ગુવાર નું શાક બનાવવા માટે સૌથી પેહલા ગોવાર ને ઉપર અને નીચે થી ચાકુની મદદ થી કાપી લ્યો. ત્યાર બાદ તેના એક ઇંચ ના હિસાબ થી ટુકડા કરી લ્યો. હવે તેને સરસ થી ધોઈ લ્યો.
હવે ગેસ પર એક તપેલી મૂકો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેમાં ધોઈને રાખેલો ગોવાર નાખો. હવે તેને દસ મિનિટ સુધી ચડાવી લ્યો.ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તેમાં થી એક્સ્ટ્રા પાણી કાઢી ને ગોવાર ને એક પ્લેટ માં કાઢી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો.હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેનેસરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં બટેટા ના ટુકડા નાખો. હવે તેને પણ સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેબટેટા અને ડુંગળી ને સરસ થી ચડી જાય ત્યાં સુધી સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં આદુ અને લસણ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો.હવે ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ટામેટા ને સરસ થી ચડાવી લ્યો.
ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું પાવડર,ધાણા પાવડર અને દહી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ બાફી ને રાખેલો ગોવાર નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ત્યારબાદ તેમાં ગરમ મસાલો નાખો. હવે શાક ને સરસ થી મિક્સ કરી લ્યો. હવે તેમાં પાણી નાખી શાક ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે બે થી ત્રણ મિનિટસુધી શાક ને ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
હવે તૈયાર છે આપણું ટેસ્ટી ગોવાર નું શાક. હવે તેને રોટલી કે રોટલા કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમા ગરમ ગોવાર નું શાકખાવા નો આનંદ માણો.