ચણા ની દાળ ના મોદક બનાવવા માટે સૌથી પેહલા ચણા ની દાળ ને ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેમાં પાણી નાખીચાર કલાક માટે પલાળી ને બાજુ માં મૂકી દયો.
હવે ચાર કલાક પછી તેમાં થી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. હવે તેને મિક્સર જાર માં નાખી ને સરસ થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં પીસી ને રાખેલીચણા ની દાળ માંથી થોડું થોડું વડા ની જેમ મિશ્રણ નાખી અને તરી લ્યો. લાઈટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદએક પ્લેટ માં કાઢી લ્યો.
તળી ને રાખેલા વડા ને ફરી થી મિક્સર જાર માં નાખી ને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માંકાઢી લ્યો.
ગેસ પર એક તપેલી મૂકો. હવે તેમાં બે કપ જેટલી ખાંડ નાખો. હવે તેમાં એક કપ જેટલુંપાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.ત્યાર બાદ ચાસણી એક તાર ની થાય ત્યાં સુધી તેને ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તેમાં એલચી પાવડર અનેઓરંજ ફુડ કલર નાખો. હવે ચાસણી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે વડા ને પીસી ને જે બાઉલ માં રાખ્યા હતા તેમાં ચાસણી નાખી. સરસ થી હલાવી ને મિક્સ કરીલ્યો. ત્યાર બાદ તેમાં બે ચમચી જેટલું ઘી નાખો. હવે તેમાં બદામ અને કાજુ ના ટુકડા નાખો. મિશ્રણ ને ફરીથી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
મોદક બનાવવા માટેનું મોલ્ડ લ્યો. તેને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં મોદક ના મિશ્રણને સરસ થી પ્રેસ કરી ને નાખો. ત્યાર બાદ મોલ્ડ ને ખોલી ને મોદકને કાઢી લ્યો. અને એક પ્લેટ માં મૂકી દયો. આવી રીતે બધા મોદક બનાવી ને તૈયાર કરી લ્યો.
તૈયાર છે આપણા ટેસ્ટી ચણા ની દાળ ના મોદક. હવે ગણેશજી ને ભોગ લગાવો. ત્યારબાદ ટેસ્ટી મોદક ખાવાનો આનંદ માણો.