ઘઉં ના લોટની બ્રેડ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં દલિયા ને સાફ કરીને લ્યો ત્યાર બાદ એમાં નોર્મલ દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો દહી બરોબર મિક્સ કરીલીધા બાદ ઢાંકી ને એક થી દોઢ કલાક મૂકી દયો દોઢ કલાક પછી પલાળેલા દલિયા ને મિક્સર જારમાં નાખો સાથે દૂધ, સ્વાદ મુજબ મીઠું, ખાંડ અને તેલ નાખી ને પીસી ને સ્મુથકરી લ્યો.
હવે એક મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરી એના પર લોટ છાંટી ને કોટિંગ કરી એક બાજુ મૂકો અને ગેસ પર એક મોટી કડાઈ માં કાંઠો મૂકી ઢાંકી ને ગરમ કરવા મૂકો. હવે પીસેલા મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો અને એમાં બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, ઇનો અને લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી ગ્રીસ કરેલ મોલ્ડ માં નાખી દયો.
હવે મિશ્રણ ને એક સરખું કરી નાખો હવે મોલ્ડ ને કડાઈ માં મૂકી ઢાંકી ને ત્રીસ મિનિટ ધીમાતાપે ચડાવો ત્યાર બાદ એના પર ઘી કે ખાંડ વાળુ દૂધ લગાવી બીજી પાંચ સાત મિનિટ ચડાવીલ્યો.
બ્રેડ બરોબર ચડી જાય એટલે કડાઈ માંથી કાઢી લ્યો અને થોડી વાર ઠંડી થવા દયો બ્રેડ ઠંડી થાય એટલે ડી મોલ્ડ કરી બભીનું કરી નીચવેલ કપડા માં વીટી બિલકુલ ઠંડી કરી લ્યો ત્યાર બાદએના કટકા કરી લ્યો અને મજા લ્યો ઘઉંની બ્રેડ.