ભરેલા શિમલા મરચા બનાવવા માટે સૌથી પેહલા સિમલા મરચાં ને ધોઈ ને સાફ કરીલ્યો. હવે તેને કોટન ના કપડાં થી પોચ્છી ને કોરા કરી લ્યો.
હવે ચાકુ ની મદદ થી સિમલા મરચાં ના ઉપર ના ભાગ માં એક કટ લગાવો. હવે તેની ઓપોઝિટ સાઈડ પણ એક કટ લગાવો. હવે તેની ડાંડી ને થોડી કાપી લ્યો. આવી રીતે બધા સિમલા મરચા તૈયાર કરી ને એક પ્લેટ માં રાખી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું ઘી નાખો. હવે તેમાં બેસન નાખો.હવે તેને ધીમા તાપે લાઈટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.ત્યાર બાદ તેમાં તલ નાખો. અને ફરી થી એક મિનિટ સુધી સેકી લ્યો.
ત્યારબાદ તેમાં જીરું, વરિયાળી, હળદર, લાલ મરચું પાવડર,ધાણા પાવડર, જીરું પાઉડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યારબાદ ગેસ બંધ કરી દયો.
હવે તેમાં ગરમ મસાલો નાખો અને આમચૂર પાવડર નાખો. અને એક ચમચી જેટલું તેલ નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. અને હવે તેને થોડું ઠંડું થવા દયો.
મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેને મરચાંમાં સરસ થી ભરી લ્યો. અને એક પ્લેટ માં રાખી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં સરસો નું તેલ નાખો. હવે તેને સરસ થી ગરમ કરીલ્યો. ત્યાર બાદ ગેસ ધીમો કરી દયો. હવેતેલ થોડુ ઠંડુ થાય એટલે તેમાં હિંગ નાખો. હવે તેમાં ભરેલા સિમલામરચાં નાખો. હવે તેની ઉપર ત્રણ થી ચાર ચમચી જેટલો મસાલો તેનીઉપર નાખો. હવે તેને ઢાંકીને સાત થી આઠ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દયો.
હવે સાત થી આઠ મિનિટ પછી શાક ને ધીમે ધીમે હલાવી લ્યો. અને ફરી થી ચાર થી પાંચ મિનિટ સુધી ચડવા દયો. ત્યાર બાદ શાક ને ફરી થી હલાવી ને મિક્સ કરી લ્યો.ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
તૈયાર છે આપણું ટેસ્ટી ભરેલા સિમલામરચાં નું શાક. હવે તેને રોટલી સાથે સર્વ કરો અને ગરમા ગરમ ભરેલાસિમલા મરચાં નું શાક ખાવા નો આનંદ માણો.