મસાલા સીંગ બનાવવા માટે સૌથી પેહલા આપણે તેનો મસાલો તૈયાર કરી લેસું.
મસાલો બનાવવા માટે સૌથી પેહલા એક મિક્સર જાર લ્યો. હવે તેમાં મરી પાવડર, ચાટ મસાલો, ધાણા પાવડર, ગરમ મસાલો, આમચૂર પાવડર,દેગી લાલ મરચું પાવડર, સુગર પાવડર અને મીઠું નાખો.હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એકબાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણો મસાલા સીંગ માટે નો મસાલા પાવડર. હવે તેને સાઇડ પર રાખી દયો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં સીંગદાણા નાખો. હવે તેને ધીમા તાપે લાઈટ બ્રાઉનકલર થાય ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક કિચન નેપકીનપર કાઢી લ્યો. હવે તેને થોડા ઠંડા થવા દયો.
ત્યાર બાદ નેપકીન ના ચારે છેડા ને પકડી ને એક પોટલી બનાવી લ્યો. હવે હાથ ની મદદ થી પોટલી નેથોડી રબ કરો. જેથી સીંગદાણા ના ફોતરા ઉતરી જશે. હવે તેને એક પ્લેટ માં કાઢી લ્યો. અને સીંગદાણા માંથીતેના ફોતરા અલગ કરી દયો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બે ચમચી જેટલું તેલ નાખો. તેલ ગરમ થાય એટલેતેમાં હિંગ નાખો. હવે તેમાં હળદર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ત્યારબાદ તેમાં સેકી ને રાખેલા સીંગદાણા નાખો. હવે તેને બે મિનિટ સુધી ફરી થી સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તેમાં બનાવી ને રાખેલો મસાલા પાવડર નાખો.હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તૈયાર છે આપણા ટેસ્ટી અને ચટપટા મસાલા સીંગ. હવે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો. અને જ્યારે પણ મન થાય ત્યારે મસાલા સીંગ ખાવાનો આનંદ માણો.