લસણ નો ચેવડો બનાવવા સૌપ્રથમ ચણા ની દાળ ને સાફ કરી એક બે પાણી થી ધોઇને બે ગ્લાસ પાણી નાખી ચાર પાંચ કલાક પલાળી લ્યો પાંચ કલાક પછી પાણી નિતારી સાફ કોરાકપડા પર ફેલાવી ને સુકાવવા મૂકો. હવે મિક્સર જાર માં લસણ ની કણી, હળદર, હિંગ, બે ચમચી તેલ નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં બેત્રણ ચમચી પાણી નાખી ફરીથી પીસી ને સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો.
હવે એક વાસણમાં બેસન અને ચોખા ના લોટ ને ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, પીસેલી લસણની પેસ્ટ નાખી નેબરોબર મિક્સ કરી લ્યો.નરમ લોટ બાંધવા માટે જરૂર લાગે તો પાણી નાખી ને નરમ લોટ બાંધી લ્યો ત્યાર બાદ એમાં બે ચમચી તેલ નાખી ને લોટ ને બરોબર મસળી લ્યો.
બાંધેલા લોટ ના સરખા બે ભાગ કરી ઢાંકી ને એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકોઅને તેલ ગરમ થાય ત્યાં સુધી માં સેવ બનાવવા મશીન માં સેવ ની પ્લેટ મૂકી તેલ લગાવી લ્યો.અને એક ભાગ લોટ નો એમાં નાખી બંધ કરી લ્યો.
તેલ ગરમ થાય એટલે એમાં સેવ મશીન થી થોડી થોડી સેવ પાડી ક્રિસ્પી તરી લ્યો આમ બધી સેવ તરી લ્યો. સેવ થઈ જાય એટલેસેવ મશીન માં પાપડી પ્લેટ મૂકી તેલ લાગવી બાંધેલા લોટ ને એમાં નાખી બંધ કરી ગરમ તેલમાં થોડી થોડી પાપડી પાડી ને એને પણ ક્રિસ્પી થાય ત્યાં સુંધી તરી લ્યો આમ બધી પાપડીને તરી ને તૈયાર કરી લ્યો.
ત્યારબાદ અમે સીંગદાણા નાખી એને પણ બ્રાઉન રંગ ના થાય ત્યાં સુંધી તરી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ ગરમ તેલ માં સુકાવેલ ચણા નાખી એને પણ ગોલ્ડન તરી લ્યો અને એને પણ એક વાસણમાં કઢી લ્યો. હવે મીઠા લીમડાના પાન નાખી એને પણ ક્રિસ્પી તરી ને કાઢી લ્યો.
હવે બધી તારેલ સામગ્રી ને એક મોટા વાસણમાં લઈ એના પર કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, મીઠું સ્વાદ મુજબ, સંચળ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો અને ઠંડો થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી મજા લ્યો લસુની ચેવડા.