ચોરી રીંગણ અને બટાકાનું શાક બનાવવા સૌપ્રથમ ચોરી ને ધોઇ સાફ કરી ચાકુ થી અથવા હાથ થી કટકા કરી લ્યો ત્યાર બાદ બટાકા અને રીંગણ ને ધોઇ પાણી માં સુધારી લ્યો જેથી કાળા ના પડે ત્યાર બાદ ટમેટા ને સુધારી લ્યો અને આદુ લસણઅને મરચા ની પેસ્ટ બનાવી ને તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કૂકરમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું અને અજમો નાખી મિક્સ કરી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન અને હિંગ નાખી મિક્સ કરી લ્યો હવે એમાં આદુ, મરચા અને લસણ ની પેસ્ટ નાખી ધીમા તાપે શેકી લ્યો.
પેસ્ટ અડધી શેકાઈ જાય એટલે એમાં હળદર અને લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરો ને ટમેટા ચડવા આવે એટલે એમાં ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી એક મિનિટ ચડાવી લ્યો.
હવે એમાં સુધારેલ ચોરી, બટાકા, રીંગણના કટકા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ચાર પાંચ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ગરમ મસાલો,લીલા ધાણા સુધારેલા, ગોળ નાખી મિક્સ કરો અને ને ચાર મિનિટ ચડાવી લ્યો.
ત્યારબાદ પોણો કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને કુકર નું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે એક બે સીટી વગાડી લીધા બાદ ગેસ ધીમો કરી બીજી દસ પંદર મિનિટ ચડાવી લ્યો.
પંદર મિનિટ પછી ગેસ બ્ધ કરી કુકર માંથીહવા નીકળવા દયો હવા નીકળી જાય એટલે કુકર ખોલી શાક ને મિક્સ કરી લ્યો અને થોડા બટાકામેસ કરી લ્યો જેથી રસો ઘટ્ટ થાય તૈયાર શાકને ગરમ ગરમ સર્વ કરો ચોરી, રીંગણ અને બટાકાનું શાક.