દૂધી ની વડી બનાવવા માટે સૌથી પેહલા દૂધી ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને ચાકુ ની મદદ થી છોલી લ્યો. ત્યાર બાદ તેને ખમણી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો.
હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ઝીણા સુધારેલા લીલાં ધાણા, સફેદ તલ, ધાણા પાવડર, લાલ મરચું પાવડર, હળદર,વરિયાળી નો પાવડર, ગોળ, હિંગ,અજમો, લસણ અને મરચાં ની પેસ્ટ નાખો.
હવે તેમાં બેસન, સોજી, ચોખા નો લોટ અને જુવાર નો લોટ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. પાણી ની જરૂર પડે તો જ પાણી નાખવું. દૂધી પોતાનું પાણી છોડસે તેનાથી જ સોફ્ટ લોટ બંધાઈ જાસે.
લોટ ને થોડું ફેલાવી લ્યો.હવે તેની ઉપર બેકિંગ સોડા છાંટો. ત્યાર બાદ તેની ઉપર લીંબુ નો રસ નાખો. હવે તેને ફરી થી ગુંથી લ્યો.
હવે ગેસ પર એક તપેલી મૂકો. હવે તેમાં બે ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેની ઉપર જારીવારી પ્લેટ મૂકો. હવે તેને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે તેની ઉપર દૂધી ના મિશ્રણ નો બોલ બનાવી ને મૂકો. હવે તેને હાથ થી પ્રેસ કરતા જાવ અને પ્લેટ ઉપર સરસ થી ફેલાવી દયો. હવે તેની ઉપર થોડા તલ છાંટો. ફરી થી તેને પ્રેસ કરી નેદબાવી દયો. હવે તેને ઢાંકી દયો. અને બારથી તેર મિનિટ સુધી ચડાવી લ્યો.
ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. અને પ્લેટ ને નીચે ઉતારી લ્યો. હવે દૂધી ના આ પુડલા ને થોડું ઠંડું થવા દયો.
હવે ગેસ પર એક નોનસ્ટિક તવી મૂકો. હવે તેમાં બે ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં દૂધી નો પુડલા નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે તેની ઉપર લાલ મરચું પાવડર અને ચાટ મસાલો છાંટો. હવેતેની ઉપર ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો.
હવે તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી દૂધી ની વડી. હવે તેના ચાકુ ની મદદ થી ચોરસ પીસ કરી લ્યો. અને એક પ્લેટ માં મૂકો. હવે તેને સોસ કે ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ દૂધી ની વડી ખાવાનો આનંદ માણો.