કોબીની ટીકી બનાવવા માટે સૌથી પેહલા કોબી ને મોટી મોટી સુધારી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો.
હવેએક મિક્સર જારમાં જીરું, લસણ, આદુ, લીલું મરચું અને ડુંગળીની સ્લાઈસ નાખો. હવે તેને દર્દરૂ પીસી લ્યો. હવે તે પેસ્ટ ને એક બાઉલ માં કાઢી લ્યો. અને એક ચમચીજેટલી પેસ્ટ જાર માં જ રહવા દયો.
હવે તેમાં કોબી ને સુધારી ને રાખી હતી તે નાખો. હવે તેને ફરી થી દર્દારુ પીસી લ્યો. હવે તેને એક બાઉલમાં કાઢી લ્યો. હવે તેમાં ધાણા પાઉડર,ગરમમસાલો, લાલ મરચું પાવડર, હળદર,મીઠું સ્વાદ પ્રમાણે અને બેસન નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે કોબી ના મિશ્રણ માંથી એક લુવો લ્યો અને તેનો સરસ થી એક બોલ બનાવી લ્યો. હવે તેને હાથ થી થોડું પ્રેસકરી ને ટીકી નો સેપ આપો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો.આવી રીતે બધી ટીકી બનાવી ને તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટેટીકી નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધીસરસ થી તળી લ્યો. હવે તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી ટીકી ને તળી ને તૈયાર કરી લ્યો.