દૂધપાક બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેને ઘી થી ગ્રીસ કરી લ્યો.જેથી દૂધ નીચે ચોંટે નહિ. હવે તેમાં દૂધ નાખો.હવે તેમાં કેસર નાખો. હવે તેને સરસ થી હલાવી નેમિક્સ કરી લ્યો. હવે દૂધ માં એક ઉભરો આવે ત્યાં સુધી તેને ગરમકરી લ્યો.
હવે એક કલાક સુધી પલાળી ને રાખેલા બાસમતી ચોખા લ્યો. તેને કોટન ના કપડા થી થોડા લૂછી લ્યો.ત્યાર બાદ તેને એક કટોરી માં કાઢી લ્યો. હવે તેમાંઅડધી ચમચી જેટલું ઘી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે દૂધ માં એક ઉભરો આવે તેટલું ગરમ થઈ ગયું છે. હવે તેમાં ઘી થી ગ્રીસ કરેલા બાસમતી ચોખા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે આઠ થી દસ મિનિટ સુધી ધીમા તાપે ચોખા ને ચડવા દયો.
ચોખા સરસ થી ચડી જાય એટલે દૂધ માં ખાંડ નાખો. હવે દૂધ ને ફરી થી બે થી ત્રણ મિનિટ સુધી ઉકળવા દયો.
ત્યારબાદ તેમાં બદામ અને પીસ્તા ની સ્લાઈસ નાખો. હવે તેમાં જયફાર નો પાવડર નાખો. હવે તેમાં એલચી પાવડર નાખો. હવે તેમાં ચારોલી નાખો. હવે બધી સામગ્રીને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે દૂધ પાક ને ફરી થી બેથી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
હવે તૈયાર છે ટેસ્ટી અને હેલ્ધી દૂધ પાક. હવે તેને એક કટોરી માં નાખી ને સર્વ કરો અને ગરમા ગરમ દૂધ પાક ખાવા નો આનંદ માણો.