શ્રાધ્ધ સ્પેશિયલ ખીર બનાવવા સૌપ્રથમ ચોખા ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ ને સાફ કરી લ્યો ત્યારબાદ બે ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો. ચોખા પલળી જાય એટલે એનું પાણી નીતરવા ચારણીમાં કાઢી લ્યો.
હવે કડાઈ માં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો. દૂધ ને પહેલા ફૂલ તાપે ગરમ કરવા મૂકો દૂધ થોડું ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરીને હલાવતા રહી પાંચ મિનિટ ઉકાળી લ્યો. દૂધ ઉકળી જાય એટલે તેમાં નીતરેલ ચોખા નાખી મિક્સ કરી લ્યો.
ચોખા નાખ્યા પછી પાંચ મિનિટ હલાવતા રહો જેથી ચોખા કડાઈ માં ચોટી ના જાય પાંચ મિનિટ પછી ચોખાને દૂધ સાથે દસ પંદર મિનિટ સુંધી ધીમા તાપે ચડવા દયો અને વચ્ચે વચ્ચે એક બે વખત હલાવતા રહો. પંદર મિનિટ પછીચોખા. બરોબર ચડી ગયા છે એ ચેક કરવા એક બે દાણા ને આંગળી વડે દબાવીને ચેક કરી લ્યો.
જો ચોખા બરોબર ચડી ગયા હોય તો એમાં ખાંડ, એલચી પાઉડર નાખી ને હલાવી ને ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય એટલે બીજી પાંચમિનિટ ચડવા દયો જેથી ખાંડ નું પાણી બરી જાય. હવે પાંચ મિનિટ પછીએમાં કાજુ ના કટકા , બદામ ની કતરણ અને ચીરોંજી અને મોરો માવોનાખી મિક્સ કરી ને ધીમા તાપે આઠ દસ મિનિટ ચડવા દયો.
દસ મિનિટ પછી ગેસ ગેસ બંધ કરી નાખો ને ગરમ ગરમ કે ઠંડી ઠંડી મજા લ્યો શ્રાધ્ધ સ્પેશિયલ ખીર.