પનીર અફઘાની બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં પનીર ના ટુકડા નાખો. હવે તેમાંસ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર અને આદુ લસણની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે પનીર સરસ થી ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી સેકી લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાંધાણા નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે પનીર ને એક પ્લેટ માં કાઢી લ્યો.
હવેતે જ કઢાઇ માં બે ચમચી જેટલું તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં તજ, તેજપતા, એલચી, મરી અને લવિંગ નાખો.
ત્યારબાદ તેમાં ગરમ મસાલો નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.