શાહી રજવાડી ચાય બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક તપેલી મૂકો. હવે તેમાં પાણી નાખો .હવે તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી એક વાર ઉકાળીલ્યો.
હવે દૂધ માં કેસર અને આદુ નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંચાય પત્તી નાખો. હવે ચાય ને ધીમા તાપે બે થી ત્રણ મિનિટ સુધીઉકાળી લ્યો.
ત્યારબાદ તેમાં બનાવી ને રાખેલું સુગર કેરેમલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેમાં મસાલો બનાવી ને રાખ્યો હતો તે નાખો. હવે તેમાં જાયફર ને ગ્રેટ કરીને થોડું નાખો. હવે ચાયને ચાર થી પાંચ મિનિટ સુધી ધીમા તાપે ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસબંધ કરી દયો.
હવે તૈયાર છે આપણી શાહી રજવાડી ચાય. હવે તેને કુલ્હડ માં ગારી લ્યો. હવે તેની ઉપર બે ત્રણ કેસર ના તાતણા નાખો. હવે તેને સર્વ કરો અને ગરમા ગરમ શાહી રજવાડીચાય પીવાનો આનંદ માણો.