રાઈસ પેનકેક બનાવવા માટે સૌથી પહેલાં રાતે ચોખા ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાં પાણી નાખી પલાળવા માટે રાખી દયો.
હવે સવારે ચોખા માંથી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. હવે તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં લીલાં મરચાં,આદુ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેમાં થોડુંપાણી નાખી સરસ થી પીસી લ્યો. હવે તેમાં બાફેલા બટાટા નાખો.હવે તેને ફરી થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માંકાઢી લ્યો.
હવે તેમાં સોજી અને ઇનો નાખો. હવે મિશ્રણ ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યારબાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી, ગ્રેટ કરેલું ગાજર, ઝીણું સુધારેલું કેપ્સીકમ અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં અડધી ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં થોડાતલ છાંટો. હવે તેની ઉપર મિશ્રણ નાખી સરસ થી ફેલાવી ને રાઉન્ડબનાવી દયો. હવે તેની ઉપર ફરી થી થોડા તલ છાંટો. હવે તેને ઢાંકી ને બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે ચડાવી લ્યો.
હવે બે થી ત્રણ મિનિટ બાદ પેનકેક ને તવીઠા ની મદદ થી ઉથલાવી લ્યો. હવે ફરી થી તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢીલ્યો. આવી રીતે બધા પેનકેક બનાવી ને તૈયાર કરી લ્યો.
હવે તૈયાર છે આપણા ટેસ્ટી રાઈસ પેનકેક. હવે તેને નારિયલ ની ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ રાઈસ પેનકેક ખાવાનો આનંદ માણો.