ગુલાબ જાંબુ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં 3 કપ પાણી ગરમ મૂકો
ત્યારબાદ તેમાં દોઢ કપ ખાંડ નાખી બરોબર હલાવીખાંડ ઓગાળી એક તારની ચાસણી થવા દેવી
ચાસણી થવા આવે એટલે તેમાં એલચીનો ભૂકો અને ગુલાબ જળ નાખી ગેસ બંધ કરી ચાસણી એક બાજુ મૂકી દો
હવે બીજા એક વાસણમાં મોરો માવો, મેંદો, સોજી અને બેકિંગ પાઉડર લઈ હાથ વડે બરોબર મિક્સ કરો
જો મિશ્રણ કઠણ લાગે તો તેમાં એક ચમચી જેટલું દૂધ ઉમેરો (જો જરૂર લાગે તોજ દૂધ ઉમેરો નહિતર ના ઉમેરવું ) મિશ્રણ બરોબર મિક્સ થઇ ને સ્મૂથ કરો
હવે તેના નાના નાના લૂઆ તૈયાર કરો
દરેક લુઆ ની વચ્ચે કાજુ નો કટકો ,કિસમિસ અથવા પિસ્તા મૂકી બંધ કરી ગોળ આકાર આપી દો
હવે તૈયાર ગોલાની એક બાજુ મૂકી દયો