સેવૈયા ઉપમા બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં સેવ નાખો. હવે તેને ધીમા તાપે ચાર થી પાંચ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
હવે તે જ કઢાઇ માં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, અડદ દાળ, ફોલેલા દારિયા ની દાળ અને રાઈ નાંખો. હવે તેમાં કાજુનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ત્યારબાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી અને ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ડુંગળી ને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
ત્યારબાદ તેમાં ગાજર ના ટુકડા, વટાણા, ઝીણા સુધારેલા કેપ્સીકમ નાખો. હવે તેમાં પાણી નાખો. ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણેમીઠું અને મરી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરીલ્યો. હવે પાણી ને સરસ થી ઉકાળી લ્યો.
ત્યારબાદ તેમાં સેકી ને રાખેલી સેવૈયા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકીને ત્રણ થી ચાર મિનિટ સુધી ચડાવી લ્યો.
ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા અને અને લીંબુ નો રસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
હવે તૈયાર છે આપણો સેવૈયા ઉપમા. હવે તેને એક પ્લેટ માં નાખો. અને ચાય સાથે સર્વ કરો અનેગરમા ગરમ ટેસ્ટી સેવૈયા ઉપમા ખાવાનો આનંદ માણો.