ચોળા નું રસાવાળું શાક બનાવવા માટે સૌથી પહેલા ચોળા ને એકબાઉલ માં લ્યો. હવે તેને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાં પાણી નાખી ચારથી પાંચ કલાક માટે પલાળવા માટે રાખી દયો.
હવે ચાર થી પાંચ કલાક પછી ચોળા સરસ થી પલળી ગયા હશે. હવે તેને એક કુકર માં નાખો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેમાં સ્વાદપ્રમાણે મીઠું નાખો.ત્યાર બાદ કુકર બંધ કરી ગેસ ઉપર મૂકી દયો.હવે ચાર થી પાંચ સીટી વગાડી લ્યો. ત્યાર બાદ ગેસબંધ કરી દયો.
કુકર ઠંડું થાય ત્યારે તેમાંથી ચોળા ને કાઢી ને ઠંડા થવા માટે રાખી દયો.
હવે એક મિક્સર જાર લ્યો. હવે તેમાં ટામેટા ના ટુકડા, આદુ, લસણ અને લીલું મરચું નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરું, આખા લાલ મરચાં અને તેજ પત્તા નાખો.હવે તેમાં હિંગ નાખો. ત્યાર બાદ તેમાં ચણા નો લોટનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ચણા નો લોટ ગુલાબી કલર નો થાય ત્યાં સુધી સેકી લ્યો.
ત્યારબાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને પણ સરસ થી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં પીસીને રાખેલી ટામેટા ની પ્યુરી નાખો. અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેગ્રેવી માંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને સરસ થી સેકી લ્યો.
ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર અને જીરું પાવડર નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેએક થી બે મિનિટ સુધી મસાલા ને સરસ થી સેકી લ્યો.
તેમાં એક કપ જેટલું ગરમ પાણી નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે તેમાં બાફી ને રાખેલા ચોળા નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતેને ઘીમાં તાપે ઢાંકીને પાંચ મિનિટ સુધી ચડવા દયો.
હવે તૈયાર છે આપણું ટેસ્ટી ચોળા નુ રસાવાળુ શાક. હવે તેને ફૂલકા રોટલી કે ભાત સાથે સર્વ કરો અને ગરમા ગરમ ચોળા નું શાક ખાવાનોઆનંદ માણો.