નવાબી પનીર નું શાક બનાવવા માટે સૌથી પહેલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ત્રણ ચમચી જેટલુંતેલ નાખો. હવે તેમાં પનીર ના ટુકડા નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
હવે તે જ કઢાઇ માં તેજ પત્તા નાખો. ત્યાર બાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેનેસરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં આદુ, લસણ અને લીલાં મરચાં ની પેસ્ટ નાખો. હવે ફરી થી તેનેસરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ડુંગળી સરસ થી ગોલ્ડન કલરની થઈ જાય ત્યાં સુધી તેને સેકી લ્યો. ત્યાર બાદ તેમાં ડુંગળીની પેસ્ટ નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં બટર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને એક થીબે મિનિટ સુધી ગ્રેવી ને બટર માં સેકી લ્યો.
ત્યારબાદહવે એક મિક્સર જાર લ્યો. હવે તેમાં મગજતરી, ખસ ખસ અને કાજુ નાખો. હવે તેમાં થોડું પાણી નાખો ત્યાર બાદ તેને સરસ થી પીસી લ્યો. હવે આ પેસ્ટ ને શાક માં નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો.
હવેતેમાં દહી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો. અને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
ત્યારબાદ તેમાં દૂધ નાખો. હવે દૂધ ને શાક માં સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ફરી થી તેને એક થી બે મિનિટ સુધી ધીમા તાપ ચડવા દયો.
ત્યાર બાદ તેમાં ગરમ મસાલો અને કસૂરી મેથી નાખો. હવે તેમાં લીંબુ નો રસ અને ખાંડ નાખો. હવે બધી સામગ્રીને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને સરસ થી એક થી બેમિનિટ સુધી ચડવા દયો.
તેમાં તળી ને રાખેલા પનીર ના ટુકડાનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવેફરી થી શાક ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે શાક ને એકથી બે મિનિટ સુધી સેકી ને ગેસ બંધ કરી દયો.
હવે તૈયાર છે આપણું ટેસ્ટી નવાબી પનીર નું શાક. હવે તેને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમા ગરમ નવાબી પનીર નું શાક ખાવાનોઆનંદ માણો.