આમળાના ગટાગટ બનાવવા માટે સૌથી પહેલાં આમળા ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને કોટન ના કપડાં થીકોરા કરી લ્યો.
ત્યાર બાદ આમળા ને બાફી લેશું. તેના માટે એક કુકર માં એક કપ પાણી અને આમળા નાખો. હવે તેને ગેસ ઉપર મૂકી દયો. હવે બે સીટી વાગવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
હવે કુકર ઠંડું થાય ત્યારે તેમાંથી આમળા કાઢી લ્યો. હવે આમળા સરસ થી બફાઈ ગયા છે. હવે તેમાંથી બીજ અલગ કરી લ્યો ,આમળા ને એક મિક્સર જરમા નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે ગેસ પર એક કઢાઇ મૂકો.હવે તેમાં પીસી ને રાખેલ આમળા નાખો. હવે તેને એકથી બે મિનિટ સુધી સેકી લ્યો.
તેમાં ગોળ નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેએક સરસ ઘટ્ટ મિશ્રણ તૈયાર થાય ત્યાં સુધી તેને સેકી લ્યો. ત્યારબાદ તેમાં જીરું પાવડર, હિંગ, અજમો પીસીને, મરી પાવડર, સેંધાલું, સંચળ પાવડર અને આમચૂર પાઉડર નાખો. હવે બધી સામગ્રી નેસરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક મિનિટ સુધી સેકી ને ગેસબંધ કરી દયો.
હવે મિશ્રણ ને ઠંડું થવા માટે રાખી દયો. મિશ્રણ ઠંડુ થાય ત્યારે ચમચી ની મદદ થી થોડું મિશ્રણ લ્યો. હવે તેને સુગર પાવડર માં ડીપ કરી હાથ થી રાઉન્ડ સેપ આપો. આવી રીતે બધી ગટાગટ બનાવી ને તૈયાર કરી લ્યો.
તૈયારછે આપણી ટેસ્ટી અને હેલ્ધી આમળા ની ગટાગટ. હવે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.