સાબુદાણા ની સેન્ડવીચ બનાવવા માટે સૌથી પહેલાં સાબુદાણા ને એક બાઉલ માં લઇ લ્યો. હવે તેને પાણી થી એક વાર સરસથી ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાં સાબુદાણા ડૂબે તેટલું પાણીનાખો. હવે તેને એક થી બે કલાક માટે સેટ થવા માટે રાખી દયો
હવે એક થી બે કલાક પછી એક બાઉલ માં ચાર બાફેલા બટેટા ને ગ્રેટ કરી લ્યો. ત્યાર બાદ એક બટેટા ને મેસ કરી ને તેમાં નાખો.
તેમાં સીંગદાણા નો પાવડર, આદુ ની પેસ્ટ, ઝીણા સુધારેલા લીલાં મરચાં, ઝીણા સુધારેલા લીલાં ધાણા, જીરું, સેંધાં નમક અને મરી પાવડર નાખો. હવે બધી સામગ્રી ને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં પલાળવા માટે રાખેલ સાબુદાણાને નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે એક સેન્ડવીચ નું મેકર લ્યો. હવે તેમાં એક બાજુ સાબુદાણા નું મિશ્રણ સરસ થી સેટ કરી ને નાખો. હવે તેનીઉપર પનીર ની સ્લાઈસ રાખો. હવે તેની ઉપર ટામેટા ની સ્લાઈસ રાખો.હવે તેની ઉપર સેન્ધા નમક અને મરી પાવડર છાંટો. હવે ફરી થી સાબુદાણાનું મિશ્રણ લ્યો અને પનીર અને ટામેટા કવર થઈ જાય તે રીતે તેના ઉપર સરસ થી રાખો.
ગેસ ઉપર સેન્ડવીચ મેકર રાખો.હવે બને તરફ ધીમા તાપે તેને બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.ત્યાર બાદ તેની બને તરફ ઘી લગાવી લ્યો. હવે ફરીથી સેન્ડવીચ ને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
તૈયાર છે આપણી ટેસ્ટી સાબુદાણા નીસેન્ડવીચ. હવે તેને ગ્રીન ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ સાબુદાણાની સેન્ડવીચ ખાવાનો આનંદ માણો.