Go Back
+ servings
શાહી ટૂકડા - શાહી ટૂકડા બનાવવાની રીત - Shaahi tukda banavani rit - Shaahi tukda recipe in gujarati

શાહી ટૂકડા બનાવવાની રીત | Shaahi tukda banavani rit | Shaahi tukda recipe in gujarati

આજે આપણે ઘરે શાહી ટૂકડા બનાવવાની રીત - Shaahi tukda banavani rit શીખીશું. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે, નામ પ્રમાણે એકદમ શાહી રીતે તેને બનાવામાં આવેછે. બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે મીઠાઈ Shaahi tukda recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 25 minutes
Total Time: 55 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

Shaahi tukda banava jaruri samgri

  • 8 બ્રેડ

ચાસણી બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ ખાંડ
  • ½ કપ પાણી
  • 2 એલચી
  • રોઝ વોટર
  • કેસર

મલાઈ બનાવવા માટેની સામગ્રી

  • દૂધ 2 કપ
  • ખાંડ ¼ કપ
  • મિલ્ક પાવડર ¼ કપ
  • કોર્નફ્લોર 1 ચમચી
  • પિસ્તાની કતરણ
  • બદામની કતરણ
  • ઘી

Instructions

શાહી ટૂકડા બનાવવાની રીત | Shaahi tukda banavani rit

  • શાહી ટુકડા બનાવવા માટે સૌથી પહેલાં બ્રેડ લઈ લ્યો. હવે તેની કોર્નર વારો જે ભાગ છે તેને ચાકુની મદદ થી કટ કરી લ્યો.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો અને બે ચમચી જેટલું ઘી નાખો. હવેતેલ ગરમ થાય એટલે તેમાં બ્રેડ નાખો. હવે તેને ઘીમાં તાપે બનેતરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેનેએક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી બ્રેડ તળી ને તૈયાર કરીલ્યો.

ચાસણી બનાવવાની રીત

  • ચાસણી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક તપેલી મૂકો. હવે તેમાં ખાંડ અને પાણી નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી તેને સરસ થી હલાવતા રહો. ત્યાર બાદતેમાં બે એલચી ને કૂટી ને તેમાં નાખો.
  • હવે તેમાં એક ચમચી જેટલું રોઝ વોટર અને કેસર નો કલર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક થી બે મિનિટ સુધી ચાસણી ને ઉકાળી લ્યો.ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. અહીંયા ચાસણી માં કોઈતાર ની જરૂર નથી. ગુલાબ જાંબુ ની ચાસણી જેવી રાખવી.

મલાઈ બનાવવાની રીત

  • મલાઈ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી ઉકાળી લ્યો. હવે તેમાં ખાંડ નાખો.હવે તેમાં કેસર અને એલચી પાવડર નાખો.હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે એક બાઉલમાં મિલ્ક પાવડર અને કોર્ન ફ્લોર નાખો. હવે તેમાં થોડું થોડું કરીને દૂધ નાખતાજાવ અને એક મિશ્રણ તૈયાર કરી લ્યો.
  • હવે આ મિશ્રણ ને ઉકળતા દૂધમાં નાખતા જાવ અને હલાવતા જાવ. હવે દૂધ સરસ થી ઘાટું મલાઈ જેવું બની જાયત્યાં સુધી તેને ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.હવે તૈયાર છે આપણી મલાઈ.

શાહી ટુકડા બનાવવાની રીત

  • શાહી ટુકડા બનાવવા માટે સૌથી પહેલાં તળી ને રાખેલી બ્રેડ લ્યો. હવે તેને નવસેકી ચાસણી માંબને તરફ પાંચ પાંચ સેકન્ડ દુબાવી ને કાઢી લ્યો.
  • હવે તેને ચોરસ પ્લેટ માં ડબલ લેયર માં ગોઠવી લ્યો. હવે તેની ઉપર બચી ગયેલ ચાસણી ચમચી ની મદદથી નાખો. હવે તેની ઉપર બનાવી ને રાખેલી મલાઈ નાખો. સરસ થી બ્રેડ ને કવર કરી ને પૂરી મલાઈ તેમાં નાખી દયો.
  • ત્યારબાદ તેની ઉપર પિસ્તા અને બદામ ની કતરણ નાખો. હવે તેને ફ્રીઝ માં એક થી બે કલાક માટે સેટ થવા માટે રાખી દયો.
  • હવે તૈયાર છે આપણી શાહી ટુકડા મીઠાઈ. હવે તેની ઉપર ચમચી ની મદદ થી ઘી નાખો. હવે એક પ્લેટ માંતેના પીસ કાઢી ને નાખો. અને સર્વ કરો. હવેશાહી ટુકડા મીઠાઈ ખાવાનો આનંદ માણો.

Sahi tukda recipe notes

  • શાહી ટુકડા મીઠાઈ ને ફ્રીઝ માં રાખ્યા વગર ગરમ પણ ખાઈ શકાય છે.
  • બ્રેડની દરેક લેયર પર મલાઈ નાખી ને શાહી ટુકડા ની મીઠાઈ બનાવી શકાય છે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો