લસણ વારી દહી ની ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં આખા લાલ મરચાં લઈ લ્યો. હવે તેમાં ગરમ પાણી નાખો.હવે તેને ઢાંકી ને આઠ થી દસ મિનિટ સુધી સાઇડ પર રાખી દયો.
આઠ થી દસ મિનિટ પછી લાલ માર્ચ સોફ્ટ થઈ ગયા હસે. હવે તેને એક મિક્સર જાર માં નાખો. હવે તેમાં લસણ ની કડીઅને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.હવે તેમાં દહી નાખી. હવે તેને ફરી થી એક વાર પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો.હવે તેમાં પીસી ને રાખેલી ચટણી નાખો. હવે તેનેત્રણ થી ચાર મિનિટ સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવેફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધ કરીદયો.
તૈયાર છે આપણી લસણ વારી દહી ની ચટણી. હવે તેને રોટલી, પરાઠા કે પૂરી સાથે સર્વ કરો અને ટેસ્ટી લસણ વારી દહી ની ચટણી ખાવાનો આનંદ માણો.