લોટ બાંધવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં બાજરા નો લોટ નાખો. હવે તેમાં ઘઉં નો લોટ નાખો.હવે તેમાં હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર, ઝીણા સુધારેલા લીલાં મરચાં,ઝીણા સુધારેલા લીલાં ધાણા અને એક ચમચી જેટલું તેલ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.