ટોપરા નો મેશૂખ પાક બનાવવા માટે સૌથી પહેલાં એક કઢાઇ માં ટોપરા નું ખમણ નાખો. હવે તેમાં દળેલી ખાંડ અને મલાઈનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે કઢાઇ ને ગેસ પર મૂકો. હવે મિડીયમ તાપે હલાવતા રહો. ધીરે ધીરે મિશ્રણ માં જાળીપાળવાનું સરૂ થઈ જશે. જાળી પાળવાની સરૂ થાય અને મિશ્રણ થોડુંઘાટું થાય ત્યારે તેમાં ઘી નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવીલ્યો. અને ત્રણ થી ચાર મિનિટ સુધી ટોપરા નો કલર ચેન્જ થાય ત્યાંસુધી સેકી લ્યો.
ત્યારબાદ એક ચોરસ કેકટીન ને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં મેશૂખ્ ના મિશ્રણ ને સરસ થી ફેલાવતા નાખો. હવે તેને ટેપ કરવું કે તવિથાં થી સેટ ના કરવું. જો એવુંકરસો તો મેસુખ ની જાળી નીચે બેસી જાસે.
તેની ઉપર એલચી ના દાણા, પીસ્તા ની સ્લાઈસ અને બદામની સ્લાઈસ નાખો. હવે તેને વીસ થી પચીસ મિનિટ સુધી સેટ થવા માટેરાખી દયો. ત્યાર બાદ તેના ચાકુ ની મદદ થી કટ લગાવી ને પીસ કરીલ્યો.
તૈયાર છે આપણો ટેસ્ટી ટોપરા નો મેશુખ પાક. હવે તેને ડબા માં ભરી ને સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ કંઈ ખાવાનું મન થાય ત્યારે ખાઈ શકો છો.