બટાકા સોજી ની ચકરી બનાવવા સૌપ્રથમ બટાકા ને બાફી ને એક બાજુ ઠંડા થવા મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ અને ઘી ને ગરમ કરવા મૂકો ત્યાર બાદ એમાં સફેદ તલ અને ઝીણા સમારેલા લીલાં ધાણા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં દોઢ કપ પાણી નાખી મિક્સ કરી ઉકળવા દયો.
પાણી ઉકળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં સાફ કરેલ સોજી નાખી ધીમા તાપે હલાવતા રહી સોજી નું મિશ્રણ કડાઈ મૂકે અથવા એક સાથે થઈ જાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો.
હવે એમાં બાફેલા બટાકા ને છોલી ને છીણી ને નાખો સાથે કાશુરી મેથી, ચીલી ફ્લેક્સ, અધ કચરા પીસેલા મરી અને ચાળી ને ચોખાનો લોટ થોડો થોડો નાખી મીડીયમ કઠણ લોટબનાવી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી એક બાજુ મૂકો.
ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી માં ચકરી મશીન માં સ્ટાર વાળી પ્લેટ મૂકી ને તેલ લગાવી એમાં બાંધેલા લોટ ને નાખી પેક કરી ને જે સાઇઝ ની ચકરી બનાવી હોય એ સાઇઝ ની ચકરી પ્લાસ્ટિક પર અથવા થાળી માં બનાવી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ ચકરી ને ધ્યાન થી ઉપાડી ને નાખો.
ચકરી નાખ્યા પછી બે ત્રણ મિનિટ એમજ ચડવા દયો ત્યાર બાદ ગેસ ધીમો કરી કરી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. આમ બધી જ ચકરી ને બનાવી ને તરી લ્યો ને ચકરી ને તરી લીધા બાદ ઠંડી કરી લ્યો ત્યાર બાદ એર ટાઈટડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો બટાકા સોજી ની ચકરી.