સૂકી ભેલ બનાવવા સૌપ્રથમ આપણે ભેલ માટેની ચટણી બનાવી ને તૈયાર કરીશું. ચટણી બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં ધોઇ ને સાફ કરેલ લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદ,લીલા મરચા સુધારેલા, આદુ નો ટુકડો, હિંગ, સંચળ, આમચૂર પાઉડર,જીરું પાઉડર, હળદર, લીંબુનોરસ, સ્વાદ મુજબ મીઠું અને દાડિયા દાળ નાખી ને પ્લસ મોડ માં બેચાર વખત પીસી ને પાઉડર જેવી ચટણી તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ, હળદર અને સ્વાદ મુજબ મીઠુંનાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સાફ કરેલ મમરા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ધીમાતાપે શેકી ને મમરા ને ક્રિસ્પી કરી નાખો ત્યાર બાદ ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી ઠંડાથવા દયો.
હવે સૂકી ભેલ બનાવવા શેકી ને ઠંડા કરેલ મમરા માં ચણા દાળ, શેકેલ સીંગદાણા, સેવ, ઝીણા સમારેલા ટામેટા, ઝીણીસુધારેલી ડુંગળી, દાડમ ના દાણા, લીલા ધાણાસુધારેલા અને તૈયાર કરેલ સૂકી ચટણી ત્રણ થી ચાર ચમચી, ચાર્ટ મસાલો,સંચળ, લીંબુનો રસ અને જરૂર મુજબ મીઠું નાખી બરોબરમિક્સ કરી ને મજા લ્યો સૂકી ભેલ.