સીતાફળ બાસુંદી બનાવવા સૌપ્રથમ ગેસ પર જાડા તળિયા વાળા કડાઈ માં ફૂલ ક્રીમ દૂધ નાખી ગેસ ચાલુ કરી દૂધ ને ઉકાળી લ્યો દૂધ ઊકળવા લાગે એટલે એમાં થી પા કપ દૂધ લઇ એમાં કેસર ના તાંતણા નાખી એક બાજુ મૂકો અને બાજુ ના દૂધ ને મિડીયમ તાપે થોડી થોડી વારે હલાવતા રહી અડધું થાય ત્યાં સુંધી ઉકાળી લ્યો.
દૂધ ઉકાળી ને અડધું થાય એટલે એમાં કેસર ના તાંતણા વાળુ દૂધ અને ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો ખાંડ ઓગળી જાય એટલે એમાં છીણેલો મોરો માવો નાખી મિક્સ કરી આઠ દસ મિનિટ ધીમા તાપે ચડવા દયો.
દસ મિનિટ પછી એમાં કાજુ ની કતરણ, પિસ્તા ની કતરણ, બદામ ની કતરણ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડવા દયો.
પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી તૈયાર બાસુંદી ને ઠંડી થવા દયો બાસુંદી ઠંડી થાય એટલે ફ્રીઝમાં મૂકી દયો. અને સીતાફળ ના બીજ ને અલગ કરી પલ્પ અલગ કરી લ્યો અને પલ્પ ને પણ ફ્રીઝ માં ઠંડો થવા મૂકો.
બાસુંદી અને પલ્પ ને બે ત્રણ કલાક ઠંડા કરી લીધા બાદ બહાર કાઢી ને બાસુંદી માં સીતાફળ નો પલ્પનાખી મિક્સ કરી લ્યો અને ઉપર થી થોડી બીજ કાઢેલ સીતાફળ ની પીસી, બદામ ની કતરણ અને પિસ્તા નીકતરણ છાંટી સર્વ કરો સીતાફળ બાસુંદી.