ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવા સૌપ્રથમ ચોખા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ બે ચાર ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક પલાળી લ્યો. છ કલાક પછી ચોખા નું પાણી નિતારી લ્યો અને મિક્સર જારમાં નાખી પીસી લ્યો.
ત્યાર બાદ જરૂર લાગે તો થોડું પાણીનાખી ને સ્મુથ પીસી લ્યો. પીસેલા ચોખાના મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ નાખી તેલ ને ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સફેદ તલ, લીલા મરચા સુધારેલા,આદુ છીણેલું અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યોત્યાર બાદ ગેસ બંધ કરી એમાં ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી લ્યો.
તૈયાર વઘાર ને ચોખાના મિશ્રણ નાખો સાથે ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણું સમારેલું કેપ્સીકમ,છીણેલા ગાજર, ઝીણી સુધારેલી પાનકોબી, છીણેલું બટાકા, ઝીણા સમારેલા ટામેટા, લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખો ને બરોબર મિક્સ કરી લ્યો.અને મિશ્રણ ને થોડું પાતળું કરવા જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી લ્યો.
ગેસ પર પેન અથવા તવી ગરમ કરવા મૂકો એમાં એક બે ચમચી તેલ નાખી એક સરખું ફેલાવી લ્યો એના પર ચોખા વાળુ મિશ્રણ બે કડછી નાખી પાતળું એક સરખું ફેલાવી લ્યો ને ઢાંકી ને ધીમા તાપે ચડવા દયો.
ચીલાને નીચે થી ગોલ્ડન થાય એટલે ઉપર તેલ લગાવી ઉથલાવી બીજી બાજુ પણ થોડો શેકી લ્યો આમ બનેબાજુ બરોબર શેકી લ્યો. આમ બીજા ચીલા પણ શેકી ને તૈયાર કરી લ્યો અને ચટણી કે સોસ સાથે સર્વ કરો ચોખાના વેજીટેબલ ચીલા.