Go Back
+ servings
સૂકી ભેળ ની ચટણી - suki bhel ni chutney - સૂકી ભેળ ની ચટણી બનાવવાની રીત - suki bhel ni chutney banavani rit - suki bhel ni chutney recipe in gujarati

સૂકી ભેળ ની ચટણી બનાવવાની રીત | suki bhel ni chutney banavani rit | suki bhel ni chutney recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે suki bhel ni chutney banavanirit - સૂકી ભેળ ની ચટણી બનાવવાની રીત શીખીશું, ચટણી ની સાથે આપણે ભેલ બનાવતા પણ શીખીશું. આ ચટણી થીભેલ ખૂબ જ ઝડપથી બની જાય છે અને સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. સાથેહેલ્થી પણ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે.સાંજે નાસ્તા માં કે ઘરે કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે આ ભેલ બનાવી નેઆપી શકાય છે. તો ચાલો આજે આપણે ઘરે suki bhel ni chutney recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 15 minutes
Cook Time: 15 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

સૂકી ભેળ ની બનાવવા માટેની સામગ્રી

  • ¼ કપ દારીયા
  • ½ ઇંચ આદુ
  • 2-3 લીલાં મરચાં
  • 15-20 મીઠા લીમડા ના પાન
  • 1 ચમચી જીરું
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ¼ ચમચી હિંગ
  • ¾ ચમચી ચાટ મસાલો
  • ½ લીલાં ધાણા

સૂકી ભેળ બનાવવાની સામગ્રી

  • 2 કપ મમરા
  • 2-3 ચમચી સેકેલા સીંગદાણા
  • 2-3 ચમચી મસાલા ચણા દાળ
  • 1 બાફેલા બટેટા
  • 2-3 ચમચી ઝીણા સુધારેલા ટામેટા
  • 1 ચમચી ઝીણી સુધારેલી કેરી
  • 2-3 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • 2-3 ચમચી નાયલોનસેવ
  • 2-3 ચમચી ઝીણી સુધારેલી ડુંગળી
  • 3-4 પાપડી
  • 2-3 ચમચી સૂકી ભેળ માટે બનાવેલી ચટણી

Instructions

suki bhel ni chutney banavani rit

  • ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં દારીયા નાખો. હવે તેમાં આદુ, લીલા મરચાં, મીઠો લીમડો, જીરું,સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ, ચાટ મસાલો અને લીલાં ધાણા નાખો. હવે તેને દરદરૂ પીસી લ્યો.
  • હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી સૂકી ભેળ ની ચટણી.

ભેલ બનાવવાની રીત

  • સુખી ચટણી થી ભેલ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં મમરા નાખો. હવે તેમાં સેકેલા સીંગદાણા,મસાલા ચણા દાળ, બાફેલા બટેટા ના ટુકડા,ઝીણા સુધારેલા ટામેટા, ઝીણી સુધારેલી કેરી,બનાવેલી ચટણી , ઝીણા સુધારેલા લીલાં ધાણા,ઝીણી સુધારેલી ડુંગળી, નાયલોન સેવ, લીંબુ નો રસ અને  પાપડી ના ટુકડા કરીને નાખો. હવે બધી સામગ્રી ને સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે એક પ્લેટ માં ભેલ નાખો. હવે તેની ઉપર સેવ, ઝીણા સુધારેલા લીલાં ધાણા અને પાપડીનાખો હવે ટેસ્ટી અને હેલ્ધી ભેલ ને સર્વ કરો. અને ખાવાનો આનંદમાણો.

suki bhel ni chutney recipe in gujarati

  • ચટણી ને તમે ફ્રીઝ માં રાખી ને થોડા દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો