મોહનથાળ બનાવવાની રીત મા સૌપ્રથમ એક વાસણમાં કરો ચણાનોલોટ લ્યો ,ત્યારબાદ તેમાં ૩ ચમચી ઘી નાખી હાથ વડેબરાબર મિક્સ કરો
ત્યારબાદ તેમાં ૩ ચમચી દૂધ ઉમેરી ફરીથી બધુબરોબર મિક્સ કરો ,બધું જ મિક્સ થઈ જાય એટલે તૈયારમિશ્રણને ઢાંકીને પંદરથી વીસ મિનિટ એક બાજુ મૂકી દો
પંદરથી વીસ મિનિટ 12 ચણાના મિશ્રણને મિક્સર જારમાં લઈ બરોબર પીસી લ્યો અથવા તોચારણી વડે ચારી લ્યોજેથી તેમાં થયેલા ગાંઠા નીકળી જાય
હવે ગેસ પર એક કડાઈમાં પોણો કપ ઘી ગરમ કરવામુકો ,ઘી ગરમ થાય એટલે તેમાં ચણા વાળું મિશ્રણનાખી બરોબર હલાવતા જઈ ધીમે તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો
મિશ્રણ બરાબર શેકાઈ જાય એટલે તેમાં અડધો કપદૂધ થોડું થોડું કરી નાખો ને શેકતા જઈ હલાવતા જઈ બરોબર શેકો
બધું જ મિશ્રણ બરાબર શેકાઈ જાય એટલે ગેસ પરથીઉતારી એક બાજુ મૂકી દો, હવે ગેસ પર બીજા એક વાસણમાંએક કપ ખાંડ તેમાં અડધો કપ પાણી નાખી બરોબર હલાવો,
ખાંડ ઉકળી ને એકતારી ચાસણી કરો ,ખાંડની એકતારી ચાસણી થવા આવે એટલે તેમાં થોડા કેસરના તાંતણા નાખી દો
ચાસણી બરોબર થઈ જાય એટલે તૈયાર ચાસણીને શેકેલાબેસનના મિશ્રણમાં નાખી બરોબર મિક્સ કરી હલાવી લો , ત્યારબાદ 4-5 મિનિટ માટે ગેસ પર મૂકી ફરીથી બધું મિશ્રણ બરોબર શેકી લો
શેકીને તૈયાર થયેલી આ મિશ્રણને ગ્રીસ કરેલાવાસણમાં નાખી દયો ,ત્યારબાદ મિશ્રણ ને એકસરખું પાથરી દયો
ત્યારબાદ ઉપરથી ચાંદીની વરખ અને બદામની કતરણ ,કાજુની કતરણ, પીસ્તા ની કતરણ લગાડી ગાર્નિશકરી લ્યો
હવે તૈયાર મોહનથાળની બેથી ત્રણ કલાક ઠંડુ થવાદો , ઠંડુ થઈ જાય ત્યારબાદ મનગમતી સાઈઝ ના કટકા કરી લ્યો તૈયાર છે મોહનથાળ.