ગુજરાતી સ્ટાઈલ માં ફુલાવર વટાણા અને રીંગણાં નું મિક્સ શાક બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અનેજીરું નાખો. હવે તેમાં લીમડો અને હિંગ નાખો.
ત્યારબાદ તેમાં ઝીણું સુધારેલું લસણ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંહળદર અને લાલ મરચું પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો.
તેમાં સુધારી ને રાખેલી ફુલાવર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ફુલાવર ને અડધી ચડાવી લ્યો.
ત્યારબાદ ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સુધારી ને રાખેલા રીંગણાં અને વટાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેમાં ધાણા પાવડર, જીરું પાવડર અને સ્વાદ પ્રમાણેમીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં બે ચમચી જેટલું પાણી નાખી શાક ને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને પાંચ થીસાત મિનિટ સુધી ચડાવી લ્યો. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી શાકનીચે ચોંટે નહીં.
ત્યારબાદ તેમાં બને હાથ થી મસળી ને કસૂરી મેથી અને ગરમ મસાલો નાખો. હવે શાક ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ખાંડ નાખો. હવેફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે શાક ને અડધાથી એક મિનિટ સુધી સેકીલ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
હવે તૈયાર છે આપણું ગુજરાતી સ્ટાઈલ માં ફુલાવર, રીંગણાં અને વટાણા નું મિક્સ શાક. હવે તેને રોટલી,પરાઠા કે પૂરી સાથે સર્વ કરો અને ગરમા ગરમ ફુલાવર, વટાણા અને રીંગણાં નું મિક્સ શાક ખાવાનો આનંદ માણો.