બાફેલા બટાટા અને ઘઉં ના લોટ ના નમકપારા બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો.તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, અજમો અને સફેદ તલનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં આદુ અને મરચાં ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને અડધી થી એક મિનિટ સુધી સેકી લ્યો.
ત્યારબાદ તેમાં કસૂરી મેથી અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ધાણા થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી સેકી લ્યો.
ત્યારબાદ તેમાં પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંસ્વાદ પ્રમાણે મીઠું અને મરી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો.
તેમાં ઘઉં નો લોટ અને સોજી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદતેને ચાર થી પાંચ મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદતેને એક બાઉલ માં કાઢી ને ઠંડું થવા માટે રાખી દયો.
મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે તેમાં બાફેલા બટેટા ને ગ્રેટ કરી ને તેમાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી લ્યો.
ત્યારબાદ તેનો લુવો બનાવી ને તેને ઓવેલ સેપ માં વણી લ્યો. રોટલી કરતા થોડું થીક વણવું. ત્યાર બાદ તેના ઊભા અડધા ઇંચ ના ગેપ માં ચાકુ ની મદદ થી કટ લગાવી લ્યો.ત્યાર બાદ દોઢ થી બે ઇંચ ના ગેપ માં આડા કટ લગાવી લ્યો. હવે એક સ્ટીક ના સેપ માં આપણે નમક પારા મળી જાસે. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટેનમક પારા નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાંસુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
તૈયાર છે આપણા ટેસ્ટી અને ક્રિસ્પી ઘઉં ના લોટ ના અને બાફેલા બટેટા ના નમક પારા. હવે તેને એક એર ટાઈટ કન્ટેનરમાં ભરી ને સ્ટોર કરી લ્યો. અને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ટેસ્ટીનમક પારા ખાવાનો આનંદ માણો.