વેજીટેબલ મિલેટ કેક બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં છાસ લ્યો. હવે તેમાં મીઠુ, બાજરી નો રવો અને ઈસબગુલ નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને દસ મિનિટ સુધી સેટ થવામાટે રાખી દયો.
દસ મિનિટ પછી તેમાં બે થી ત્રણ ચમચી જેટલી છાસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા કેપ્સીકમ, ઝીણા સુધારેલા ગાજર, સ્વીટ કોર્ન, પંપકીન સિડ, બદામના ટુકડા, કાજુ ના ટુકડા અને ફરી થી બે થી ત્રણ ચમચી જેટલી છાસનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં ચણા ની દાળનાખો. હવે તેમાં અડદ ની દાળ નાખો. હવે તેમાંજીરું અને રાઈ નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી હલાવી લ્યો. હવે આ વઘાર ને કેક ના મિશ્રણ માં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
એક કેક ટીન લ્યો. હવે તેમાં બટરપેપર લગાવી લ્યો. હવે તેમાં કેક નું મિશ્રણ નાખો. હવે તેની ઉપર કાજુ અને બદામ ના ટુકડા નાખો. હવે તેની ઉપર પંપકીન સિડનાખો. હવે તેને માઇક્રોવેવ માં 180 ડિગ્રીપર ત્રીસ મિનિટ સુધી ચડવા દયો. ત્યાર બાદ તેને બારે કાઢી લ્યો.
તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી વેજીટેબલ મિલેટ કેક.