સોજી ના લાડુ બનાવવા માટે સૌથી પહેલાં એક તપેલી માં દૂધ લ્યો. હવે તેને ગેસ ઉપર મૂકો.હવે તેમાં એક ચપટી જેટલી કેસર નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને સરસ થી સાત થી આઠ મિનિટ સુધી ઉકાળી લ્યો.
દૂધ ઉકળે ત્યાં સુધી બાજુ માં સોજી સેકી લયે. એના માટે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં સોજી નાખો. હવે તેનેસરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદતેને એક પ્લેટ માં કાઢી લ્યો.
તે જ કઢાઇ માં નારિયલ ના ચૂરા ને ધીમા તાપે ત્રણ થી ચાર મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માંકાઢી લ્યો.
દૂધ સરસ થી ઉકાળી ગયું છે. હવે તેમાં સેકી ને રાખેલી સોજી નાખો. હવે તેને સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને પાંચ મિનિટ સુધી ઢાંકી નેસેટ થવા માટે રાખી દયો.
પાંચ મિનિટ પછી સોજી એકદમ ફૂલી ને સોફ્ટ થઈ ગઈ હસે. હવે તેને એક કઢાઇ માં કાઢી લ્યો.હવે તેને ધીમો ફૂલ તાપ કરતા જાવ અને સેકતા જાવ. સોજી એકદમ દાનેદર થાય ત્યાં સુધી સેકી લેવી. ત્યાર બાદતેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે તેને થોડી ઠંડી થવા માટે રાખીદયો.
સોજી ઠંડી થાય ત્યાં સુધી સાકર ને એક મિક્સર જાર માં નાખી ને પીસી લ્યો. હવે તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
હવે સોજી નું મિશ્રણ નવશેકું થઈ ગયું છે હવે તેમાં કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ નાખો.હવે તેમાં એલચી પાવડર અને નારિયલ નો ચૂરો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંપીસી ને રાખેલી ખાંડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરીલ્યો. હવે તેને પાંચ મિનિટ સુધી ઢાંકી ને રાખી દયો.
પાંચ મિનિટ પછી ફરી થી મિશ્રણ ને સરસ થી મિક્સ કરી લ્યો. હવે તેના બોલ બનાવી લાડુ બનાવી લ્યો.હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો. આવી રીતે બધાલાડુ બનાવી ને તૈયાર કરી લ્યો. લાડુ નું મિશ્રણ થોડુ ડ્રાય લાગેતો તેમાં દૂધ કે ઘી નાખી ને મિક્સ કરી લેવું. ત્યાર બાદ લાડુ બનાવવા.
તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી સોજી ના લાડુ.