પાલકના પકોડા બનાવવા માટે સૌથી પહેલાં પાલક ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને ચાકુ ના મદદ થી ઝીણુંસુધારી લ્યો. હવે તેને એક બાઉલ માં રાખી લ્યો.
ચાકુ ની મદદ થી ડુંગળી ની સ્લાઈસ કરો. હવે તેને મસળી ને એક એક સ્લાઈસ અલગ કરી દયો. હવે તેને બાઉલ માં નાખો.
હવે એક બાઉલ માં એક ગ્લાસ જેટલું પાણી લ્યો. હવે તેમાં બટેટા ને ગ્રેટર ની મદદ થી ગ્રેટ કરી લ્યો. હવે આ બટેટા ને પાણી માંથી કાઢી ને બાઉલ માં નાખો. હવેતેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે તેને સાઇડ માં રાખી લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં આખા ધાણા, જીરું અને અજમો નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેનેધસ્તા થી દર્દરું કૂટી લ્યો. હવે તેને પણ બાઉલ માં નાખી દયો.
ત્યારબાદ આદુ, લસણ અને લીલાંમરચાં ને પીસી લ્યો. હવે તેને પણ બાઉલ માં નાખો. હવે તેમાં હિંગ, લાલ મરચું પાવડર, હળદર, ચાટ મસાલો, ચોખા નો લોટ અનેબેસન નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેમાં બેકિંગ સોડા નાખો. હવે ફરી થી બધી સામગ્રીને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટેહાથ થોડો પાણી વારો કરીને રાઉન્ડ સેપ માં પકોડા બનાવતા જાવ અને તેલ માં નાખતા જાવ.હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા પકોડા બનાવી ને તૈયાર કરી લ્યો.
તૈયાર છે આપણા ટેસ્ટી પાલક ના પકોડા. હવે તેને ગ્રીન ચટણી કે સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ પાલક ના પકોડા ખાવાનો આનંદ માણો.