તલ અને ગોળ ની બરફી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તલ નાખો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો. હવેતેમાં બારીક સમારેલા મિક્સ ડ્રાય ફ્રુટ નાખો. હવે ફરી થી બે થીત્રણ મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટમાં કાઢી લ્યો.
ફરી થી તે કઢાઇ માં પાણી નાખો. હવે તેમાં ગોળ નાખો. હવે તેને સરસ થી ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો. હવે તેને સરસ થી ત્રણ થી ચાર મિનિટ સુધી ચમચાથી હલાવતા રહો.
એક કટોરીમાં પાણી નાખો. હવે તેમાં ચમચા ની મદદ થી થોડી ગોળ નો પાક નાખો. હવેતેને હાથ ની મદદ થી ચેક કરો કે ગોળ નો પાક સરસ થી થઈ ગયો છે કે નહિ. જો પાણી માં નાખેલ ગોળ નો પાક હાથ થી તાર ની જેમ ખેચાય તો હજી તેને હલાવતા રેહવું. જ્યારે ગોળ નો પાક હાથ થી ટુટી જાય તો સમજવું કે પાકથઈ ગયો છે.
ત્યારબાદ તેમાં બેકિંગ સોડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં એલચી પાવડર નાખો. હવે તેને પણ સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે ગેસ બંધ કરી દયો.
તેમાં સેકી ને રાખેલા તલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
પ્લેટફોર્મ ને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં બરફી ના મિશ્રણ ને નાખો. હવે તેને તલ ની ચીકીની જેમ સરસ થી પાતળી વણી લ્યો. હવે તે ઠંડી થાય ત્યારે તેના નાનાનાના ટુકડા કરી લ્યો.
એક મિક્સર જાર લ્યો. હવે તેમાં ટુકડાકરીને રાખેલા તલ ની ચીકી ને નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.હવે એક કેક ટીન ના ડબા માં બટર પેપર મૂકો. હવેતેમાં પીસી ને રાખેલ તલ ની ચીકી નાખો. હવે તેને સરસ થી ડબા માંસેટ કરી લ્યો.
તેની ઉપર પિસ્તા અને બદામ ની કતરણ નાખો. હવે તેની ઉપર સેકી ને રાખેલા તલ છાંટો. હવે ચમચી ની મદદથી તેને સેટ કરી લ્યો. હવે તેને ફ્રીઝ માં અડધી કલાક માટે સેટથવા માટે રાખી દયો.
અડધી કલાક પછી બરફી ને બારે કાઢી લ્યો. હવે તેને ડબા માંથી બારે કાઢી ને ચાકુ ની મદદ થી ચોરસ પીસ કરી લ્યો.હવે તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી તલ અને ગોળ ની બરફી.