અંજીર ના લાડુ બનાવવા માટે સૌથી પહેલાં કાજુ, બદામ, અખરોટ અને પિસ્તા ને દર દરૂ પીસી લ્યો.
ત્યારબાદ ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બે ચમચી જેટલું ઘી નાખો. હવે ઘી ગરમ થાય એટલે તેમાં અંજીર ના ટુકડા નાખો. હવે તેને સરસ થી મેસર ની મદદ થી મેસકરતા જાવ અને હલાવતા જાવ. અંજીર ને ચાર થી પાંચ મિનિટ સુધી ધીમાતાપે સેકી લ્યો.
ત્યારબાદ તેમાં કાજુ, બદામ અને અખરોટ ને પીસી ને રાખ્યા હતા તે નાખો. ત્યારબાદ એક ચમચી જેટલો પિસ્તા ના પાવડર ને સાઇડ માં રાખી ને બાકી નો પાવડર તેમાં નાખો.હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરીદયો.
હવે લાડુ નું મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે તેના મિડીયમ બોલ બનાવી લ્યો. હવે તેને પિસ્તા ના પાવડર માં ડીપ કરી ને કોટ કરી લ્યો. અને એક પ્લેટ માં રાખી લ્યો.આવી રીતે બધા લાડુ બનાવી ને તૈયાર કરી લ્યો.
હવે તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી અંજીર ના લાડુ.