સૌપ્રથમ એક કડાઈમાં બે લીટર દૂધ લઇ તેને ગરમ કરવા મૂકો. દૂધએક ઉકાળો આવે એટલે એમાં ઝીણા સુધારેલા કાજુ ઝીણા સુધારેલા અથવા કાપેલા પિસ્તા ઝીણા કાપેલા બદામ નાખી ધીમા તાપે દૂધ ઉકળવા દો.
દૂધ વચ્ચે વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહેવું. 30 મિનિટ સુધીધીમા તાપે દૂધને ઉકળવા દેવું. પછી તેમાં અડધો કપ ખાંડ નાખવી અને આઠ-દસ કેસરના તાંતણા નાખવા, પછીતેને 5મીનિટ સુધી અથવા ખાંડ ઓગળે ત્યાં સુધી ધીમા તાપે હલાવતા રહેવું. પછી તેમાં એલચીનોપાઉડર નાખો.
હવે બાસુંદી ઘટ્ટ થઈ ગઈ હશે એટલે તેને સર્વિંગ બાઉલમાં અથવાકપમાં ગરમ ગરમ પીરસો.
જો ઠંડી બાસુંદીપસંદ હોય તો તેને ફ્રિજમાં રાખી બે-ત્રણ કલાક પછી ઉપર ડ્રાયફ્રુટ ની કતરણ ભભરાવી પીરસો. તૈયાર છે બાસુંદી.