Go Back
+ servings
દુધી નો હલવો બનાવવાની રીત - dudhi no halvo banavani rit - dudhi halwa recipe in gujarati

દુધી નો હલવો બનાવવાની રીત | dudhi no halvo banavani rit | dudhi halwa recipe in gujarati

આજે અમે દુધી નો હલવો બનાવવાની રીત - dudhi no halvo banavani rit લાવ્યા છીએ જે રીત ખુબજ સરળ પણ છે, dudhi halwa recipe in gujarati
4.84 from 6 votes
Prep Time: 10 minutes
Cook Time: 25 minutes
Total Time: 35 minutes
Servings: 2 વ્યક્તિ

Ingredients

દુધી નો હલવો બનાવવા જરૂરી સામગ્રી

  • 1 દૂધી
  • 3-4 ચમચા ઘી
  • 1 ચપટી બેકિંગ સોડા
  • 4-5 બદામ જીણી સુધારેલી
  • 1 ચમચી ચિરોંજી
  • 1 ચમચો ઘી( ડ્રાય ફ્રુટરોસ્ટ કરવા)
  • 2 કપ ફુલ ક્રીમ દૂધ
  • ½ કપ ખાંડ
  • ½ ચમચી એલચી પાવડર
  • 4-5 કાજું સમારેલા
  • 1-2 ચમચી ડ્રાય ફ્રુટ ની કતરણ
  • ગુલાબ ની પાંખડી સજાવવા માટે

Instructions

દુધી નો હલવો બનાવવાની રીત - dudhi no halvo banavani rit - dudhi halwa recipe in gujarati

  • એક દૂધી ને ધોઈ ને છોલી લો. તેનો બીજ વાળો ભાગ થોડો કાઢી લો અને તેને છીણી લો અને તરત જ એક કડાઈમાં ૩-૪ ચમચા ઘી ગરમ મૂકી તેમાં છીણેલી દૂધી નાખી બરાબર હલાવી લો.
  • દૂધી ને થોડીક ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે ૧૦ મિનિટ સેકો.
  • એક કડાઈમાં ફુલ ક્રીમ દૂધલઈ તેને ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય એટલે તેમાં એક ચપટી સોડા નાખી હલાવી ને તેને દૂધીમાં નાખી દેવું અને દૂધને ૧૦ મિનિટ સુધી શેકો.
  • દૂધી સેકાય ત્યાં સુધી એક વઘરીયા માં એક ચમચો ઘી ગરમ કરી તેમાં બદામ, કાજુ, ચીરોંજી નાખી સેકી/ રોસ્ટ કરી ને તરત દૂધી માં નાખી દો.
  • પછી તેમાં ૧/૨ કપ ખાંડનાખી બરાબર સેકો. ખાંડ નાખ્યા પછી તેનું પાણી બળે ત્યાં સુધી શેકો. પછી તેમાં એલચીપાવડર નાખી બરાબર હલાવી લો. તૈયાર છે સ્વાદિષ્ટ દૂધી નો હલવો.
  • એક પ્લેટ માં ડ્રાય ફ્રુટની કતરણ અને ગુલાબ ની પાંખડી થી સજાવી પીરસો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો