કાજૂ કતરી બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં કાજુ લઈ તેનો જીનો પાવડર બનાવી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં ½ કપ પાણી લ્યો એમાં ¾ કપ ખાંડ નાંખી ઓગાળી લ્યો
ખાંડ ઓગળે એટલે તેમાં 1/4 ચમચી એલચી ભૂકો નાખી મિક્સ કરો, ત્યારબાદ ગેસ સાવ ધીમો કરો અને તેમાં પીસેલા કાજુનો પાઉડર નાખી મિક્સ કરો
મિશ્રણ ને બરોબર હલાવતા રહેવું જેથી તે કડાઈ માં ચોંટે નહિ, મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી શેકતા રહી હલાવતા રહેવું
મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી એક બાજુ મૂકો
હવે બટર પેપર લઈ તેમાં મિશ્રણ ને મૂકી થોડુંઘી લગાવી ઉપર બીજું બટર પેપર મૂકી વેલણ વડે ઓછા દબાણ આપી હલકા હાથે વણી મીડીયમ પાતળી રોટલી જેમ વણી લ્યો
તેના પર ગાર્નિશ કરવા કેસર ના તાંતણા નાખો, હવે ચાકુ વડે તેના ડાયમંડ કટકા કરી લ્યો, તો તૈયાર છે કાજુ કતરી