સૌપ્રથમ એક વાટકામાં બે ચમચી નવશેકું દૂધ લઇ તેમાં કેસરના તાંતણા નાખી હલાવી ને એક બાજુ મૂકો.જો દૂધ ન વાપરવું હોય તો ગુલાબ જળ વાપરી શકાય.
માવાને પણ છીણી ને તૈયાર રાખો, પિસ્તા ની કતરણ પણ તૈયાર રાખો.
હવે ગેસ પર એક કડાઈમાં 250 ગ્રામ ખાંડ લો અને ખાંડ જેટલું જ પાણી નાખો હવે ખાંડને પાણીમાં ઓગળી જાય ત્યાં સુંધી હલાવતા રહો ને ચાસણી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો. ખાંડ તળિયે ચોંટીના જાય તેનું ધ્યાન રાખવું.
ચાસણી ઘટ થાય એટલે ચેક કરવા માટે એક પ્લેટ માં એક ટીપુ ચાસણી નાખો જો ટીપુ રેલાઈ જાય તો હજી ચાસણીને ઉકાળો. જો ચાસણી નું ટીપું રેલાવીને રેલાય નહીં તો ગેસ બંધ કરી દો. આશરે એકથી દોઢ તારની ચાસણી બનાવવાની રહેશે
હવે ગેસ બંધ કરી તૈયાર ચાસણીમાં તેમાં છીણેલો મોરો માવો નાખો માવાને ચાસણીમાં બરાબર મિક્સ કરી ગેસ ફરીથી ચાલુ કરો અને મીડિયમ તાપે હલાવતા રહો નેમાવો ઉકળે એટલે ગેસ બંધ કરી દોઅને તેમાં એલચીનો ભૂકો અને કેસરવાળું દૂધ મેરી ઉમેરી મિક્સ કરો.
આ મિશ્રણ થોડુ ઠંડુ થાય પછી જ તેમાં ટોપરાનું છીણ નાખીને બરાબર મિક્સ કરો.
એક થાળી અથવા ટીનના વાસણમાં ઘી લગાડી તેમાં ટોપરાપાક નાખી દો. ટોપરાપાક ને બરાબર દબાવીને ફેલાવી લો.
હવેતેના ઉપર પીસ્તા ની કતરણ ભભરાવી દબાવી લો અને તેમાં કાપા પાડો. ટોપરાપાક ઠંડો થાય એટલે ટુકડા કરી પીરસો.