સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળીની પેસ્ટ નાખો. ડુંગળી ની પેસ્ટ થોડી ચડે એટલે તેમાં આદુ-લસણની પેસ્ટ નાખી હલાવો. હવે તેમાં સેવ ઉસળ નો ગરમ મસાલો, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા-જીરુ પાવડર અને મીઠું નાખી વ્યવસ્થિત શેકો.
પછી તેમાં સમારેલી લીલી ડુંગળી નાખી હલાવો. લીલી ડુંગળીથી સ્વાદમાં વધારો થાય છે જો લીલી ડુંગળી ના હોય તો ન વાપરો. પછી તેમાં ટામેટાની પેસ્ટ નાખી વ્યવસ્થિત તેલ છૂટું પડે ત્યાં સુધી શેકો.
ટામેટાની પેસ્ટ શેકાઈ જાય પછી તેમાં બાફેલા વટાણા નાખી બરાબર મિક્સ કરો પછી તેમાં જરૂર મુજબ ૧/૨-૧ ગ્લાસ પાણી ઉમેરી એક ઉકાળો આવે એટલે ગેસ બંધ કરો. ઉસળ તૈયાર છે હવે આપણે તરી ની તૈયારી કરશું.