સૌ પ્રથમ એક વાસણમાં ઘઉં નો લોટ લ્યો
તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી જરૂર પ્રમાણે પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ને લોટ બાંધ્યા પછી છેલ્લે ૧ ચમચી ઘી લગાડી ઢાંકણ ઢાંકી બંધકરી લોટ ને ૧૦ મિનિટ એક બાજુ મૂકી દયો
ત્યાર બાદ લોટ માંથી સરખા લુવા બનાવી લ્યો, હવે એક લુવા ને લ્યો ને તેની પાતળી રોટલી બનાવી લ્યો
ત્યાર બાદ એ રોટલી પર એક ચમચી ઘી લઈ રાખી રોટલીમાં બરોબર લગાડી લ્યો ને ઉપર કોરો લોટ છાંટો
હવે રોટલી ની એક બાજુ થી ઝિક જેક જેમ ફોલ્ડ કરતા જાઓ, હવે તૈયાર થયેલા લાંબા પટ્ટા ને ફરી થી ગોળ વાળી ને લુવો બનાવી લ્યો
અથવા તો પાતળી રોટલી બનાવી ઘી લગાવી કોરો લોટ છાંટી ને ચાકુ વડે લાંબા કટકા કરી લ્યો ને કટકા ભેગા કરી ગોળ લુવો બનાવી લ્યો
તૈયાર લુવા ને ૧૦ મિનિટ ફ્રજમાં મૂકો, ૧૦ મિનિટ પછી લુવા ને કાઢી તેની સેજ જાડી રોટલી બનાવી લ્યો
હવે ગેસ પર એક તવી ગરમ મૂકો , તવી ગરમ થાય એટલેતૈયાર કરેલ પરાઠા ની નીચે ની બાજુ પર પાણી વાળા હાથ કરી પરાઠા પર લગાવો બધી બાજુ
હવે પરાઠા ને તવી પર મૂકો ને હાથ વડે સેજ દબાવીને એક બાજુ ૨-૩ મિનિટ ચડાવો હવે તવી ને હેન્ડ લવડે કે પકડ વડે ગેસ પર ઉંધી કરી ઉપર ની બાજુ ચડવી લ્યો
પરાઠા બરોબર ચડી જાય એટલે તેને તવી પર થી ઉતરી લ્યો ને ઉપર ઘી અથવા માખણ લગાવી ને ગરમ ગરમ પંજાબી શાક સાથે પીરસો
આમ બધા જ લચ્છા પરાઠા તૈયાર કરી લ્યો