મોદક બનાવવાની સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં એક ચમચી ઘી ગરમ કરો
ગરમ થાય એટલે તેમાં છીણેલું નારિયેળ નાખી શેકો, નારીયલ માંથી સુગંધ આવે એટલે તેમાં ગોળ નાખી ગોળ ઓગળે ત્યાં સુધી બરોબર મિક્સ કરી ૫થી ૭ મિનિટ શેકો
મિશ્રણ શેકાય જાય એટલે તેમાં અડધી ચમચી એલચીનો ભૂકો નાખી મિશ્રણ હલાવી એક બાજુ ઠંડુ થવા મૂકી દો
ઠંડા મિશ્રણ ના નાના નાના લાડુ બનાવી લો
હવે ગેસ પર એક કડાઈમાં ૨ કપ પાણી ગરમ મૂકો પાણી ગરમ થાય એટલે તેમાં એકથી બે ચમચી ઘી અને અડધી ચમચી મીઠું નાખી ઉકાળો
પાણી ઉકળે એટલે તેમાં ચારેય ચોખાનો લોટ નાખીચમચા વડે બરોબર મિક્સ કરો , ગેસ બંધ કરી ઢાંકણ ઢાંકી ૮-૧૦ મિનિટ એક બાજુ મૂકી દો
૧૦ મિનિટ બાદ આ મિશ્રણને બીજા વાસણમાં કાઢી હાથ વડે મિક્સ કરતા જઈ નરમ લોટ બાંધી લો લોટ બાંધતી વખતે જો જરૂર જણાય તો થોડું નવશેકું પાણી ઉમેરી શકો છો
લોટ બરોબર બંધાઈ જાય એટલે તેના નાના નાના લૂઆ કરી હથેળીથી દાબી હાથ વડે ફેલાવી ને નાની રોટલી જેવું બનાવી લો
ત્યારબાદ તેમાં વચ્ચે નારિયેળ ગોળ ના લાડુ મૂકી હાથ વડે મોદક નો આકાર આપી મોદક બનાવી લો
અથવા તો મોદક મોલ્ડમાં તૈયાર લોટને બધી બાજુ લગાડી વચ્ચે નારીયલ ગોળમાં લાડુ મૂકી બંધ કરી મોદક બનાવી લો
બધા મોદક તૈયાર કરી લ્યો ને એક બાજુ મૂકી દો
હવે ગેસ પર એક ઢોકળિયામાં પાણી ગરમ મૂકો ઉપર જાળી વાળી ડીસ રાખી તેના પર તૈયાર કરેલા મોદક મૂકી દો
ત્યાર બાદ ઢાંકણ ઢાંકી આઠ થી દસ મિનિટ મોદક ને બાફીલો , દસ મિનિટ બાદ તૈયાર મોદક કાઢી લેવા અને ઉપરથી થોડું થોડું ઘી મૂકો રેડી દયો તૈયાર છે મોદક