ખીર બનાવવા સૌ પ્રથમ ચોખા ને સાફ કરી પાણી વડે ધોઈ ને સાફ કરો ને પાણી ના ૧-૨ ગ્લાસ નાખી ને ૧૫-૨૦ મિનિટ સુધી પલળવા મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં દૂધ નાખી દૂધને ગરમ મૂકો, દૂધ ગરમ થાય એટલે એમાં પલાળેલા ચોખા નાખી મિક્સ કરો ને ગેસ ધીમો કરી ચોખા ને ૧૦-૧૫ મિનિટ ચડવા દયો
ચોખા બરોબર ચડી જાય ત્યાર બાદ એમાં ખાંડ નાખીને મિક્સ કરો ને ૫-૭ મિનિટ ઉકાળો
દૂધ ચોખા ઉકળે ત્યાર બાદ એમાં એલચી નો પાવડર, ગુલાબ જળ નાખી મિક્સ કરો ,ત્યાર બાદ એમાં કેસર ના તાંતણા નાખી મિક્સ કરો
ત્યાર બાદ એમાં બદામની કતરણ, કાજુની કતરણ, પિસ્તાની કતરણ નાખી મિક્સ કરો ને ગરમ ગરમ પીરસો અને પીરસતી વખતે ઉપર થી ડ્રાય ફ્રુટ છાંટી ગાર્નિશ કરો જો ઠંડી ખાવી હોય તો ફ્રીજમાં મૂકી દયો ને ૪-૫ કલાક ઠંડી થવા દયો ને ત્યાર બાદ મજા માણો ઠંડી ચોખાની ખીર