સૌ પ્રથમ એક વાસણમાં બાફેલા બટાકા ને મેસ કરી લેવા
હવે તેમાં સુધારેલી ડુંગળી, ટમેટા, મરચા, લીલા ધાણા,કેપ્સિકમ નાખવા, તેમાં સ્વાદ મુજબ મીઠું ને મરી પાવડર નાખી બરોબર મિક્સ કરવા
ત્યારબાદ તેમાં બ્રેડ ની સ્લાઈસ લઇ તેની બને બાજુ તૈયાર મિશ્રણ લગાડી દેવું
હવે એક સ્લાઈસ પર છીણેલું ચીઝ કે ચીઝ ની સ્લાઈસ મૂકો, ત્યાર બાદ તેના પર બીજી મિશ્રણ લગાડેલી સ્લાઈસ મૂકી ને સેજ દબાવી દયો
હવે ગેસ પર એન નોન સ્ટીક તવી ને ગરમ કરો, તવીગરમ થાય એટલે ગેસ ધીમો કરી તેના ૧ ચમચી ઘી/માખણ/ તેલ નાખો
તવી પર તૈયાર કરેલ સેન્ડવીચ ને મૂકો ને ઢાંકણઢાંકી ૨-૩ મિનિટ ધીમે તાપે સેકો ,એક બાજુ ગોલ્ડન થઈ જાય એટલે ચીપિયા વડે કે તવિથા વડે બીજી બાજુ પણ ૨-૩ મિનિટ૧ ચમચી ઘી/ માખણ/ તેલ નાખી ને સેકો
બને બાજુ ગોલ્ડન સેકી ને બધી જ સેન્ડવીચ તૈયાર કરો ને પીરસતી વખતે તેના પીસ કરો ને લીલી ચટણી ને સોસ સાથે પીરસો