Go Back
+ servings
પનીર બનાવવાની રીત - પનીર મસાલા બનાવવાની રીત - મસાલા પનીર બનાવવાની રીત - paneer recipe in gujarati - paneer masala recipe in gujarati

પનીર બનાવવાની રીત | પનીર મસાલા બનાવવાની રીત | paneer recipe in gujarati | paneer masala recipe in gujarati

આજે આપણે દૂધ માંથી સાદુ પનીર બનાવવાની રીત તથા મસાલા પનીર બનાવવાની રીત- પનીર મસાલા બનાવવાની રીત શીખીશુંતો ચાલો શીખીએ paneer recipe in gujarati, paneer banavani rit gujarati ma, paneer masala recipe in gujarati.
4.60 from 5 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી
  • 1 મલમલ નું કાપડ

Ingredients

પનીર બનાવવા જરૂરી સામગ્રી

  • 3 કીલો દૂધ
  • 4 ચમચી વિનેગર
  • ઠંડું પાણી

પનીર મસાલા બનાવવા જરૂરી સામગ્રી

  • 3 કીલો 3 દૂધ
  • 1 ચમચી શેકેલા જીરું નો પાવડર
  • 1 ચમચી અધકચરા ધાણા
  • 4 ચમચી 4 ચમચી વિનેગર
  • ½ ચમચી ½ ચમચી મરી ભૂકો
  • 1 ચમચી 1 ચમચી મીઠું
  • ઠંડું પાણી
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ

Instructions

પનીર બનાવવાની રીત - paneer banavani rit gujarati ma - paneer recipe in gujarati

  • પનીર બનાવવા સૌપ્રથમ ગેસ પર ત્રણ કિલો દૂધ ગરમ કરવા મૂકો
  • દૂધ ઉકળવા માંડે એટલે તેમાં પહેલા બે ચમચી વિનેગર નાખી બરોબર હલાવો
  • ત્યારબાદ ગેસ બંધ કરી ફરી બે ચમચી વિનેગર નાખી બરોબર હલાવો
  • દૂધ અને પાણી બંને અલગ અલગ થઈ જાય એટલે ગેસ પરથી ઉતારી લો
  • હવે એક ચારણીમાં મલમલ નું કપડું રાખી તેમાં ફાટેલું દૂધ નાખી ને બધું પાણી નિતારી લો
  • હવે તૈયાર મિશ્રણ માં ઠંડુ પાણી રેડી પનીર ને ધોઇ નાખો જેથી પનીર ઠંડુ થઈ જશે અને વિનેગર ની ખટાસ દૂર થઈ જસે
  • ત્યાર બાદ પનીર વારા કપડા ને  ચારે બાજુથી પેક કરી ઉપર વજન રાખી 30 મિનિટ સુધી દબાવી ને એક બાજુ મૂકી દો
  • ત્યાર બાદ મનગમતા આકારના ચોસલા પાડી કરી શકો છો

પનીર મસાલા બનાવવાની રીત - મસાલા પનીર બનાવવાની રીત- paneer masala recipe in gujarati

  • સૌ પ્રથમ ગેસ પર ત્રણ કિલો દૂધ ગરમ મૂકો
  • દૂધ ઉકળવા માંડે એટલે તેમાં એક ચમચી ચીલી ફ્લેક્સ, એક ચમચી અધકચરા ધાણા, ચમચી શેકેલું જીરું,અડધી ચમચી મરીનો ભૂકો નાખી બરોબર મિક્સ કરો
  • ત્યારબાદ તેમાં બે ચમચી વિનેગર નાખો અને બરોબર મિક્સ કરો ત્યારબાદ ગેસ બંધ કરી તેમાં બીજી બે ચમચી વિનેગર નાખો
  • હવે તેમાં બેથી ત્રણ ચમચી ઝીણી સુધારેલી ફુદીનો તથા બે ત્રણ ચમચી ઝીણી સુધારેલા લીલા ધાણા નાંખી મિક્સ કરો
  • હવે એક ચારણીમાં મલમલ નું કપડું મુકી તેમાં ફાટેલું દૂધ નિતારી લો
  • ત્યારબાદ તેમાં ઠંડું પાણી નાખી પનીર ને ધોઈને સાફ કરી લો જેથી વિનેગર ની ખટાસ દૂર થઈ જાય
  • છેલ્લે તેમાં મીઠું નાખી બરાબર મિક્સ કરો
  • તૈયાર પનીર ને મલમલના કપડામાં વિટી ઉપર વજન મૂકી 30 મિનિટે એક બાજુ મૂકી દો
  • ત્રીસ મિનિટ બાદ મનગમતા કાના ચોસલા પાડી લો તૈયાર છે

Notes

પનીર  બનાવવા માટે તમે વિનેગર ની જગ્યાએ દહી કે લીંબુ ના રસ નો ઉપયોગ કરી સકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો