તવા પુલાવ બનાવવાની રીત - tawa pulao recipe in gujarati - tawa pulao banavani rit
સૌ પ્રથમ એક તપેલી માં બાસમતી ચોખા ધોઈ સાફકરી પાણી નાખી અડધો કલાક પલળવા દો
હવે ગેસ પર એક વાસણ માં ૩-૪ ગ્લાસ પાણી ઉકાળો એમાં પલાળેલા ચોખા નાખો ને ૩-૪ મિનિટ ચડાવો એમાં ૧ ચમચી લીંબુ નો રસ નાખી ને ચારણી માં કાઢી લ્યો હવે થોડું ઠંડું પાણી નાખી નિતારી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ને ઘી ગરમ કરો
ગરમ થાય એટલે એમાં લસણ ની પેસ્ટ, આદુ ની પેસ્ટ, લીલા મરચા ને ૧ કપ સુધારેલી ડુંગરી નાખી ફૂલ તાપે ગોલ્ડન સેકો
હવે એમા અડધો કપ કેપ્સિકમ મરચાં ના ટુકડા નાખી મિક્સ કરો