પાણીપુરી ની પુરી બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ, સોજી અને મીઠું નાંખી બરાબર મિક્સ કરો
ત્યાર બાદ તેમાં જરૂર પ્રમાણે થોડું થોડું પાણી નાખી મીડીયમ કઠણ એટલે કે રોટલી ના લોટ થી કઠણ અને પુરી ના લોટ થી સેજ નરમ લોટ બાંધી લો ને તેને 1-2 મિનિટ મસળો
બાંધેલા લોટને ભીના કપડા વડે ઢાંકી 20થી 25 મિનિટ માટે એક બાજુ ઢાંકણ ઢાંકી રેસ્ટ કરવા મૂકો
20 થી 25 મિનિટ બાદ બાંધેલા લોટને ત્રણ-ચાર મિનિટ બરોબર મસળી ને નરમ લોટ બનાવી લો
હવે બાંધેલા લોટ ના સરખા ભાગ કરી લુઆ તૈયાર કરી લો તેમાંથી એક લુવો વણવા માટે લઈ બાકીના લુઆ પર ભીનું કપડું ઢાંકી દો
જેથી કરીને લોટ સુકાય નહીં હવે વણવા માટે જે લોટ ના લુવા લીધો તેને બરોબર મળી પાટલા પર અથવા પ્લેટફોર્મ પર રોટલી જેમ પાતળું વણી લો
વણવામાં જ તકલીફ પડે તો થોડું તેલ અથવા કોરા લોટનો ઉપયોગ કરી શકો છો
રોટલી બરોબર પાતળી વણાઈ જાય એટલે તેને કૂકી કટર અથવા વાટકા અથવા ઢાંકણ વડે કટ કરી લો
તૈયાર પૂરીને પ્લાસ્ટિક પર મૂકી ઉપર બીજું પ્લાસ્ટિક ઢાંકી દેવો જેથી કરીને પૂરી ન જાય
તૈયાર પૂરી ને પંખા નીચે રાખવી નહીં ,આમ બધીજ પુરી તૈયાર કરી લો
જો તમને આમ મોટી રોટલી કરીને પૂરી બનાવી ફાવે નહીં તો લોટ નાના નાના લૂઆ કરી એક એક કરીને પણ તમે પૂરી તૈયાર કરી શકો છો
બધી જ પુરી તૈયાર થઇ જાય ત્યારબાદ ગેસ પર એક કઢાઈમાં તેલ ગરમ મૂકો
તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર પુરી નાખતા જાઓ ને ગેસ મીડયમ તાપ કરી ને તરો
તમે જેટલી પુરી સંભાળી શકો તેટલી પુરી નાખતા જઈ ઝારા વડે થપ થપાવતા જવું જેથી કરીને પૂરી બરોબર ફૂલે
એક બાજુ પુરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન કરી લેવી
આમ જરૂર મુજબ તેલ નું તાપમાન ઓછો વધુ કરી બધી પુરીઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવી
તળેલી પૂરી થોડી ઠંડી થાય ત્યારબાદ તેને એરટાઇટ ડબ્બામાં ભરી સકો છો
પૂરીઓ માંથી તમે પાણીપુરી સાથે સેવપુરી નો આનંદ માણી શકો છો