ઘઉં ચણાના ગોળ વાળા લાડવા બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો કરકરો લોટ લ્યો એમાં સોજી, બેસન નાખી મિક્સ કરો ને એમાં પા કપ ઘી નાખી મિક્સ કરો
ત્યારે બાદ એમાં પા કપ દૂધ નાખી મિક્સ કરો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ માંથી નાના નાના મુઠીયા બનાવી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ/ઘી મિડીયમ તાપે ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં એક એક કરી ને બધાજ મુઠીયા ને મિડીયમ તાપે તરી લ્યો
તારેલા મુઠીયા ને ઠંડા થવા દયો મુઠીયા ઠંડા થાય એટલે એના હાથ વડે નાના કટકા કરી મિકસરમાં પીસી ને ભૂકો તૈયાર કરી લ્યો
હવે ગેસ પર દોઢ કપ ઘી ગરમ કરો એમાં સુધારેલો ગોળ નાખી હલાવી પીગળાવી લ્યો
ગોળ પીગળે એટલે ગેસ બંધ કરી ને ગોળ ના મિશ્રણ ને પહેલા તૈયાર કરેલા ઘઉં ચણા ના ભૂકામાં નાખી મિક્સ કરો
ત્યાર બાદ એમાં કાજુ બદામ ના કટકા , કીસમીસ ને એલચી નો પાવડર, જાયફળ નો પાવડર ને ખસખસ નાખી બરોબર મિક્સ કરો ને લાડવા બનવા ના મોલ્ડ માં કે હાથ વડે લડવા બનાવી લ્યો
જો લડવા બનાવતા તૂટી જતાં હોય જો તો ઘી ને ગરમ કરી ઉમેરી સકો છો ને લડવા તૈયાર કરી લ્યો ને ઉપર થી થોડી ખસખસ છાંટી દયો તો તૈયાર છે ઘઉં ચણાના લાડવા.